આવતી કાલે ગણેશચતુર્થી અને ત્યારે ગણપતિના ભક્તો ગણપતિની પૂજા સાથે તમને મનપસંદ ભોગ પણ ધરાવતા હોય છે,એમા પણ ગણેજીના પ્રિય મોદક તો અચૂક ધરાવતા હોઇએ છે પરંતુ આ સમયમાં આપણે મોદક બહારથી લાવતા ટાળતા હોય છે.ત્યારે આવા સમયે કોરોના કાળમાં ઘરે જ બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ .
સામગ્રી
- 1 કપ મોળી બૂંદી
- 11/2 કપ માવો
- 1 કપ દળેલી ખાંડ
- 1/2 કપ દૂધ
- બદામ જરૂર મુજબ
બનાવવાની રીત
જ્યારે પણ તમે માવો લાવો ત્યારે તે માવાને પહેલાં તો હાથ વડે સારી રીતે મસળી લો. હવે કઢાઈમાં માવો નાંખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર તેને શેકી લો. હવે તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.
બૂંદી નાંખો તેમજ વારેઘડીએ દૂધની છાલક મારતા રહો. જ્યારે એકરસ થઈ જાય ત્યારે તાપ પરથી ઉતારી ઠંડુ થવા દો. થોડુંક ઠંડુ થાય એટલે તેના ગોળ-ગોળ મોદક બનાવો. તૈયાર છે સ્વાદિષ્ટ બૂંદી લાડુ. તેના પર બદામના ટુકડા લગાવીને ગાર્નિશ કરો. ત્યાર બાદ ગણપતિ દાદાને ભોગ લગાવો.
જો તમારી પાસે મોળી બૂંદી ન હોય તો તમે ઘરે જ બેસનનું ખીરું તૈયાર કરીને ઝારાની મદદથી ઝીણી બૂંદી બનાવી શકો છો. આ બૂંદી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે.