સીસીટીવી ફૂટેજમાં 15 માણસો ઘરના લોખંડના દરવાજાનું તાળું તોડીને ઘરમાં ઘૂસતા દેખાય છે. થોડીક સેકન્ડો બાદ કેટલાક શખ્સો મહિલાને ઘરની બહાર ખેંચી ગયા હતા.
તમિલનાડુના માયલાદુથુરાઈમાં 15 જેટલા માણસો એક ઘરમાં ઘૂસી ગયા હતા અને મંગળવારે રાત્રે એક મહિલાનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના ઘરના પ્રવેશદ્વાર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જોકે, ઘટનાની એ જ રાત્રે પોલીસે મહિલાને બચાવી લીધી હતી અને આ ઘટના સંદર્ભે ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજમાં 15 શખ્સો ઘરના લોખંડના ગેટનું તાળું તોડીને ઘરમાં ઘૂસતા દેખાય છે. થોડીક સેકન્ડો પછી, કેટલાક પુરુષો મહિલાને ઘરની બહાર ખેંચી ગયા જ્યારે બાળકો સહિત પરિવારના અન્ય સભ્યો યુવકોને આજીજી કરતા અને મદદ માટે બૂમો પાડતા જોઈ શકાય છે.
Yesterday A woman was kidnapped by 15 men from her home in Mayiladuthurai, Tamilnadu.
What a safe Society.@NCWIndia @HMOIndia pic.twitter.com/DdzpnGGs0g— 🇮🇳 Adv Shiwangi 🇮🇳 (@noneedtoset) August 3, 2022
અહેવાલોમાં જણાવાયું હતું કે બાદમાં, પરિવારે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો જેણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને તે જ રાત્રે મહિલાને છોડાવી. મહિલાને બાદમાં તેના પરિવારને સોંપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે વિગ્નેશ્વરન (34) તરીકે ઓળખાતા એક આરોપીએ મહિલા સાથે મિત્રતા કરી અને તેનો પીછો કરવાનું શરૂ કર્યું. મહિલાએ માયલાદુથુરાઈ પોલીસનો સંપર્ક કર્યો અને મામલાની જાણ કરી.
ફરિયાદ બાદ, માયલાદુથુરાઈ પોલીસે વિગ્નેશ્વરનને ચેતવણી આપી અને પછી તેની પાસેથી લેખિત નિવેદન લીધા પછી તેને છોડી દીધો.
વિગ્નેશ્વરને અગાઉ 12 જુલાઈએ મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે ભાગવામાં સફળ રહી હતી અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. મંગળવારે રાત્રે કેટલાક બદમાશોએ ફરી એકવાર મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ તેને શોધી રહી હતી.