ઉલ્કાપિંડ ખરતો હોવાનો એક શાનદાર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ન્યૂ મેકસિકોનો હોવાનુ જાણવા મળ્યુ છે. વીડિયોને મ્યુજિશિયન એમ્બર કોફમૈન દ્વારા શુટ કરવામાં આવ્યો છે જેને તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડિયો ન્યૂ મેક્સિકોના તાઓસ શહેરમાં શુટ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
(File Pic)
આ વીડિયોમાં ઉલ્કાપિંડને ખરતો જોઇ શકાય છે. આ વીડિયોને એમ્બર કોફમૈને કેપ્ચર કર્યો છે. આ ક્લિપને ન્યૂ મૈક્સિકોના તાઓસમાં શૂટ કરવામાં આવ્યો છે.
Guys, we just saw one of the craziest things we have ever seen in our lives and I managed to capture some of it. A meteor for the ages! pic.twitter.com/kPIchIPREV
— Amber Coffman (@Amber_Coffman) July 29, 2020
કોફમૈને વીડિયો શેર કરતા લખ્યુ કે દોસ્તો તમે ક્યારેય જીવનમાં આવી વસ્તુ જોઇ છે. મને આ દ્રશ્ય શૂટ કરવા કરવા મળ્યુ તેને મારૂ સદભાગ્ય ગણુ છુ. સાથે કોફમૈને લખ્યુ કે રાષ્ટ્રીય જંગલમાં પહાડો પરથી ખરતી ઉલ્કા દેખાય છે. તે ક્યાંથી ખરી તે કહેવુ થોડુ મુશ્કેલ છે.વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ઉલ્કાપિંડની રોશની ચારેબાજુ ફેલાયેલી છે. આકાશમાંથી ઉલ્કા ખરે છે તે નજારો ખરેખર અદ્ભૂત જોવા મળે છે.